વડોદરા: જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
જોકે, દુષ્કર્મની ફરિયાદના પાંચ દિવસે પણ આરોપી પકડાયો નથી. પોલીસે CCTV અને કોલ ડિટેઈલના આધારે શોધખોળ શરૂ કરી છે. પોલીસે યુવતીના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પણ હોસ્પિટલમાંથી મેળવ્યો છે. બીજી તરફ આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી છે.26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી અબોર્શન કરાવી દીધું હતું. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી. જેથી, યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
યુવતીએ ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આ કેસની તપાસ SC-ST સેલના ACP સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે. ACPએ કેસની તપાસ શરૂ કરી છે અને 2 ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે, હજી સુધી આરોપી અનિરુદ્ધસિંહ હોય ઝડપાયો નથી.આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા.આ કેસની તપાસ SC-ST સેલના ACP સી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ ચાલી રહી છે અને યુવતીના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પણ હોસ્પિટલમાંથી મેળવ્યો છે.
Reporter: admin