News Portal...

Breaking News :

દ્વારકા નગરીમાં પાણી ફરી વળ્યાં

2024-07-20 14:42:37
દ્વારકા નગરીમાં પાણી ફરી વળ્યાં


દ્વારકા: ગત મોડી સાંજ થી દ્વારકામાં વરસાદ થમવાનું નામ નથી લઇ રહ્યો જેને લઇ ગામમાં પાણી ફરી વળ્યાં છે દ્વારકામાં મોડી રાતે ૩ કલાક માં ૧૪ ઇંચ વરસાદ પડ્યો છે, જેને લઇ ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


ભદ્રકાલી રોડ, રેલ્વે સ્ટેશન રોડ,ઈસ્કોન ગ્રેઈટ, નાગેશ્વર રોડ, આવાસ વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું જણાય છે. ગઈકાલ થી મેઘરાજાએ રૌદ્ર સ્વરોપ ધારણ કરેલ છે. સૌરાષ્ટ્રના ગીર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. દેવભૂમિ દ્વારકામાં ગઈ કાલે ૧૬ ઇંચ વરસાદ પડ્યા બાદ હજુ વરસાદ રોકાયો નથી. રાજકોટ સિવાય જૂનાગઢ, ગીર, સોમનાથ અને અન્ય વિસ્તરોમાં પાણી ભરેલ જોવા મળ્યા છે. મેઘરાજાએ ‘રોદ્ર સ્‍વરૂપ' ધારણ કરેલ છે. દેવભૂમિ દ્વારકામાં ઠેર ઠેર પાણી ફરી વળ્યાં છે. ભગવાન કૃષ્ણની નગરીમાં પાણી ફરી વળ્યાં છે. 


શહેરના બજારોમા પણ પાણી ભરાયું છે. લોકોમાં વરસાદનો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ દ્વારકા જગત મંદિરના છપ્‍પન સીડી પરથી ઝરણા વહેતા હોવાના દ્રશ્‍યો જોવા મળ્યા છે, ઘણા લોકો બહારથી દર્શન કરવા આવેલ હતા જે અટવાઈ ગયા છે. પરંતુ તેઓ સુરક્ષિત છે. ભારે વરસાદ ના કારણે લોકોની અવરજવર બંધ થઇ ગઈ છે, શાળાઓમાં પણ રાજા જાહેર કરવામાં આવેલ છે. ફસાયેલા યાત્રિકો હોટલોમાં રોકાયા છે. આ દ્રશ્ય જોવા લોકો છપ્‍પન સીડી વિસ્‍તારમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. ખેડૂતો માટે વરસાદ સારો હોવાથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે તંત્ર સજ્જ છે, અને કોઈપણ જાનહાની ન થાય એની કાળજી લઇ રહ્યા છે .

Reporter:

Related Post