દિલ્હી : ચોખાને આપણે રોજેરોજ હોંશે-હોંશે ખાઈએ છીએ તે ઝેર બની રહ્યા છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટમાં કહેવાયું છે કે ઋતુ પરિવર્તનને લીધે ચોખામાં ઝેરી તત્વ આર્સેનિકની માત્રા ખતરનાક સ્તરે વધી રહી છે, તેથી કેન્સર થવાની ભીતિ ઉભી થાય છે.
દુનિયાની અર્ધોઅર્ધ વસ્તી ચોખાથી પેટ ભરે છે પરંતુ તે ચોખા ગંભીર આરોગ્ય સમસ્યા ઊભી કરી શકે છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ઋતુ પરિવર્તનને લીધે ચોખામાં આર્સેનિકની માત્રા વધતી જાય છે. તેથી ચોખાના સૌથી વધુ ઉપયોગ કરનારા ભારત અને ચીન તથા દ.પૂ. એશિયાના દેશોમાં આર્સેનિકને લીધે મોંના, ગળાનાં, ફેફસાનાં અને ચામડીનાં કેન્સરની ભીતિ વધે છે.
રીપોર્ટ વધુમાં જણાવે છે કે, ચોખાનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ ચીનમાં આ સીલસીલો ચાલુ રહેશે તો ૨૦૫૦ સુધીમાં ત્યાં ૧ કરોડ ૯૩ લાખ લોકોને એક યા બીજા પ્રકારનું કેન્સર થવા સંભવ છે.આ પરિસ્થિતિ અંગે વધુ વિગતો આપતાં રીપોર્ટ જણાવે છે કે સફેદ ચોખા કરતાં લાલ ચોખામાં પ્રોટિન ભલે વધુ હોય પરંતુ લાલ ચોખામાં આર્સેનિકનું પ્રમાણ વધુ હોય છે.
Reporter: admin