નવી દિલ્હી : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિલ્હી અને ગુજરાત માંથી કુલ ૧૬૦૦ કરોડનું ડ્રગ જપ્ત કર્યું છે.
શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 900 કરોડ રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં પણ ભારતીય નૌકાદળ, ગુજરાત ATS અને NCBએ ગુજરાતના દરિયાકાંઠેથી 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું. આ કેસમાં આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે આ મામલે NCBને અભિનંદન પાઠવ્યા અને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે "એક જ દિવસમાં ગેરકાયદે ડ્રગ્સ સામે સતત બે મોટી સફળતાઓ ડ્રગ્સ મુક્ત ભારત માટે મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. NCBએ દિલ્હીમાં 82.53 કિલો હાઈ-ગ્રેડ કોકેઈન જપ્ત કર્યું હતું."
Reporter: admin