રાજ્ય સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલા બદલીના આદેશોમાં વડોદરા કલેકટર તરીકે નિયુક્તિ પામેલા ડો. અનિલ ધામેલિયાએ આજે વિધિવત્ રીતે કાર્યભાર સંભાળી લીધો હતો.

બઢતી સાથે વિદાય લઈ રહેલા વરિષ્ઠ સનદી અધિકારી બીજલ શાહે તેમને કલેકટર કચેરીમાં આવકારી શુભકામનાઓ પાઠવી હતી. ચાર્જ સંભાળવાની સાથે નવનિયુક્ત કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા ઉપરાંત નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ સહિત વિવિધ શાખાઓના નાયબ કલેકટર તથા મામલતદાર દ્વારા આવકારવામાં આવ્યા હતા.

Reporter: admin