News Portal...

Breaking News :

રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફીસ કે મને ફોન કરતા નહી, ગૃહ મંત્રી હર્ષ સંઘવી

2024-06-23 14:09:46
રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફીસ કે મને ફોન કરતા નહી, ગૃહ મંત્રી હર્ષ સંઘવી


રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન કરતા નહી કેમ કે મારું કોઈ માનશે નહી એમ શનિવારે સુરતમાં યોજાયેલા લોક દરબારમાં હાજર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકો સમક્ષ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાને લઈને સ્પસ્ટ વાત કરી હતી. 


ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે હવે રોંગ સાઈડમાં જતા નહી,  હું એટલા માટે કહું છું કે તમને કદાચ ખરાબ લાગશે, તમને કદાચ મારી વાત નહી ગમે, તમે કહેશો તે બધું જ કામ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને કે મારી ઓફિસમાં ફોન નહી કરતા, કારણ કે હું નહી છોડાઈ શકું, મારું કોઈ માનશે નહી કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફીસથી પણ ફોન આવે કે કોઈ પણ ચુંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે કે કોઈ પણ મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહી 


આપણે રોંગ સાઈડમાં જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું, આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરીશું તો સુરક્ષિત ડ્રાઈવિંગના કારણે તમે પણ સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર પણ સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલણ નહી ફાટશે. હવે પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે. એટલે સ્લેટ પકડવી બોવ ભારી પડશે એટલે રોંગ સાઈડમાં વાહનો ચલાવતા નહી.

Reporter: News Plus

Related Post