વડોદરા : શહેરમાં પૂરના પાણીના ભરાવવાનો આજે સતત ત્રીજો દિવસ છે.
ઘણા સ્થળોએ લોકોને ખાવા પીવાની તકલીફ પડી રહી છે. જેને ધ્યાનમાં રાખી અધ્યન ફાઉન્ડેશનના ડાયરેક્ટર શિવાની તથા તેમની ટીમના સભ્યો દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મંદોને ફૂડ પેકેટના વિતરણ કરવામાં આવ્યા હતા.
તેમજ લોકોને જમવાની સુવિધા પણ ઉભી કરી આપી હતી. આ સેવા કાર્યમાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત તથા હર્ષદભાઈ જોશી સહિતના લોકો પણ સહભાગી બન્યા હતા.
Reporter: admin