વડોદરા: ગોરવા દશામાં તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થયું હતું, ત્યારે જય સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા 21,000 જેટલા લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરમાં ગણપતિ ઉત્સવની ધુમધામથી સોસાયટી માં ધરે શ્રીજીની સ્થાપના કરી ૧૦દિવસ સુધી ગણપતિ બાપા ની ભક્તિ ભાવ થી પુજા અર્ચના કરી ગણપતિ ઉત્સવની ઉજવણી કરી ૧૧માં દિસ વડોદરામાં ગણેશવિસર્જનને લઈને વિસર્જન માટે 12 કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી . શહેરમાં ગણેશ મંડળોએ ભગવાન શ્રીગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી 11 માં દિવસે શ્રીજીને વિસર્જન કરી બંને વિદાય આપવામાં આવી છે

ત્યારે આજે ગોરવા દશામાં તળાવ ખાતે વિસર્જન કરવા આવેલા ભાવિ ભક્તોને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા 21હજાર જેટલા લાડુનો વિતરણ કરવામાં આવ્યું હતું.લાડુ વિતરણ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે,વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ સહિત જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તથા યુવાનો લાડુ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા.





Reporter: admin







