કુવૈતના બનાદ અલ ગર શહેરમાં મોટી સંખ્યામાં રાજસ્થાનના મજૂરોને રસ્તાઓ પર રાત વિતાવવાની ફરજ પડી છે. શહેરના ઇસ્તિકલાલ વિસ્તારમાં રહેતા બાંસવાડાના લોકોએ કહ્યું હતું કે, અગ્નિકાંડ પછી સરકાર કડક છે. જૂની અને અસુરક્ષિત ઇમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે.
મજૂરોના જણાવ્યા મુજબ
અમે જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગના વીજળી કનેક્શન કોઈપણ માહિતી વિના કાપી નાખવામાં આવ્યા હતા. આ પછી તેમને ઈમારતો ખાલી કરવાનું કહેવામાં આવ્યું. આ વિસ્તારમાં ભાડા પર નવા રૂમ પણ ઉપલબ્ધ નથી. સામાન રસ્તા પર પડ્યો છે, અમે કામ પર પણ જઈ શકતા નથી. જો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો અથવા પરિવારના સભ્યો સાથે શેર કરો તો તમારી ધરપકડ થઈ શકે છે.
ગત તા .12 જૂને કુવૈતના મંગાફ શહેરમાં 6 માળની ઇમારતમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 49 મજૂરોના મોત થયા હતા. જેમાંથી 45 મજૂરો ભારતીય હતા. દુર્ઘટના બાદ કુવૈતમાં જર્જરિત ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. એક રૂમમાં રહેતા મોટી સંખ્યામાં કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેના કારણે કામદારો પોતાનો માલસામાન લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે.
Reporter: News Plus