જૈન અગ્રણીઓ ની જૈન સાધ્વીજી ઉપર ના હુમલા અંગે ની ચર્ચા કરી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો: આજે શહેર ના રાજમહેલ રોડ,હાથી પોળ ખાતે આવેલ એડવોકેટ નિરજ જૈન ની ઓફીસ ખાતે ફોર્મ નું વિતરણ શરું કરવામાં આવ્યું હતું.આજે પહેલા દિવસે જ ૩૦૦ થી વધારે ફોર્મ આપવામાં આવ્યા હતા સેંકડો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉમટી પડ્યા:.
આ અંગે વધુ માહિતી આપતા એડવોકેટ નિસર્ગ નિરજ જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિ દ્વારા શ્રી પદ્માવતી ટ્રસ્ટ મંડલ દ્વારા શનિવાર સુધી રોજ સવારે ૯ થી ૧૧ માં આ જૈન લઘુમતી સર્ટીફીકેટ મેળવવા માટે ના ફોર્મ આપવામાં આવશે અને તે ભરી જરૂરી કાગળો બિડાણ કરી શનિવાર સુધી પરત કરવાના રહેશે. વધુ માં મંડલ ના અગ્રણી રુષભ પાનપરીયા તથા મોન્ટુ શાહે જણાવ્યું હતું કે ધોરણ ૮ થી પી.એચ.ડી. સુધી ના અભ્યાસ માટે ભારત સરકાર ના લઘુમતી આયોગ દ્વારા આ શિષ્ય વરુતિ આપવામાં આવશે.દરમ્યાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે તાજેતરમાં ભરુચ થી દેરોલ તરફ વિહાર કરતા જૈન સાધ્વીજી મહારાજો પર થયેલા હુમલા થી જૈન સમાજ આહત થયો છે અને ફરી થી આવો બનાવ ન બને તે માટે શું કરવું જોઈએ તે માટે આજે જૈન અગ્રણીઓ ની એક ખાસ બેઠક મળી હતી.અને આગળ ના કાર્યક્રમ ની રુપરેખા નક્કી કરી હતી.જેમા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવશે અને સરકાર ને પણ રજૂઆત કરવામાં આવશે તેમ એડવોકેટ નિરજ જૈને જણાવ્યું હતું. આજ ની બેઠકમાં ખડતરગચ્છ ના રાજાબાબુ જૈન યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત જૈન અગ્રણીઓ તથા યુવક મંડળ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Reporter: News Plus