વડોદરા : શહેરમાં ઇલેક્શન વોર્ડ નંબર 7 માં સમાવિષ્ટ વિસ્તારમાં આજે નવા વિકાસલક્ષી કામોનું 77.17 લાખના ખર્ચે નવીન ડ્રેનેજ નવીન વરસાદી ગટર લાઈન નવીન રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જેમાં સંજયપાર્ક તથા સૌરભ પાર્ક સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ - અંદાજિત ખર્ચ 20 લાખ, લાલજીકુઇ માં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ - અંદાજિત ખર્ચ 12.94 લાખ, નાગરવાડા શાક માર્કેટ પાસેની ગલીમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ - અંદાજિત ખર્ચ 5.46 લાખ, બહુચરનગર સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ -અંદાજિત ખર્ચ 10.88 લાખ, હરિ એપાર્ટમેંટ તથા શિવાંશ ફ્લેટ પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ - અંદાજિત ખર્ચ 8.05 લાખ, આર્યકન્યાવાળા રોડ પર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ -અંદાજિત ખર્ચ 19.84 લાખ ના ખર્ચે નવીન કામગીરી કરવામાં આવશે.

આ કાર્યકમ માં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુકલ અને ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક, સ્થાનિક નગર સેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વોર્ડ ની મહિલાઓ ઉપસ્થિત રહી હતી સાથે આ ખાત મુહૂર્ત 9:30 કલાકના બદલે 10:45 એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ખાત મુહૂર્ત જ મોડું કરવામાં આવ્યું તો વડોદરા નો વિકાસ કેટલા ગતિએ થાય એ જોવું રહ્યું.





Reporter: admin