News Portal...

Breaking News :

રેલવે કર્મચારીને 78 દિવસની બેસિક સેલેરી બરાબર PLB બોનસની માંગ

2024-09-23 17:24:38
રેલવે કર્મચારીને 78 દિવસની બેસિક સેલેરી બરાબર PLB બોનસની માંગ


નવી દિલ્હી : રેલવે કર્મચારીઓના મહાસંઘએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને બોનસની ગણતરી સાતમાં પગાર પંચના આધારે કરવાની વિનંતી કરી છે. 


ભારતીય રેલવે કર્મચારી મહાસંઘ (IREF) ના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે વર્તમાન વર્તમાન બોનસ છઠ્ઠા પગાર અનુસાર લઘુત્તમ વેતન 7,000 રૂપિયા મહિના પ્રમાણે છે. પરંતુ સાતમાં પગાર પંચ અનુસાર લઘુત્તમ વેતન 18000 રૂપિયા છે. તે રેલવે કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2016થી મળી રહ્યું છે.તેમણે કહ્યું 7000 રૂપિયા મિમિનમ પગારના આધાર પર PLB ની ગણતરી કરવી કર્મચારીઓ સાથે અન્યાય છે. ઘણા IREF સભ્યોએ કહ્યું કે કોવિડ મહામારીમાં દેશવ્યાપી તાળાબંધી દરમિયાન જ્યારે લોકો પોતાના ઘરની બહાર નહોતા નિકળી રહ્યાં તે સમયે રેલવે કર્મચારીઓએ ટ્રેનોની અવરજવર નક્કી કરી. ક્વાર્ટર રિપોર્ટથી સ્પષ્ટ છે કે ત્યારબાદ રેલવેની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. તમને જણાવી દઈએ કે રેલવે તરફથી કોવિડ દરમિયાન સીનિયર સિટીઝનને અપાતી છૂટ બંધ કરવાની અસર રેલવેની કમાણી પર પડી છે.


IREF તરફથી ભાર આપવામાં આવ્યો કે સરકારી નિર્દેશો અનુસાર રેલવે કર્મચારીઓને 78 દિવસની બેસિક સેલેરી બરાબર  PLB બોનસ મળવું જોઈએ. પરંતુ વર્તમાન ચુકવણી 7000 રૂપિયાના આધાર પર માત્ર 17951 રૂપિયા કરવામાં આવે છે. સિંહે જણાવ્યું કે સાતમાં પગાર પંચ હેઠળ રેલવેમાં લઘુત્તમ મૂળ પગાર 18000 રૂપિયા છે. તેથી 78 દિવસનું 17951 રૂપિયા બોનસ ખુબ ઓછું છે. વધતી મોંઘવારી વચ્ચે આ ખુબ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે 18000 રૂપિયા બેસિક પગાર પ્રમાણે 78 દિવસનું બોનસ 46159 રૂપિયા થાય છે.જો સરકાર તરફથી સાતમાં પગાર પંચ અનુસાર 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવે તો દરેક કર્મચારીને ઓછામાં ઓછા (46,159-17,951)=28,208 રૂપિયાનો ફાયદો થશે. રેલવે કર્મચારી સંઘ તરફથી પત્રના માધ્યમથી કરવામાં આવેલી વિનંતીમાં કહેવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post