વડોદરા : 12 મી જુનના રોજ અમદાવાદ ખાતે લન્ડન જઈ રહેલા 243 જેટલા મુસાફરો સાથે પ્લેન ક્રેશની ઘટના થી સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું છે,હસતા રમતા પરિવારો પ્લેન ક્રેશ બાદ વિખેરાઈ ગયા છે ત્યારે

આ ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહો કોફીનમાં પરિવારજનોને સોપાશે.વડોદરામાં મૃતદેહો માટે કોફીન બની રહ્યા છે. ક્રિશ્ચિયન સમાજના કારીગરો કોફીન બનાવી રહ્યા છે.આજે રાત્રે સુધી 50 કોફીન અમદાવાદ મોકલવામાં આવશે.

કોફીન બનાવનાર અગ્રણીઓએ નિવેદન આપ્યું હતું.આમ તો અમે કઠણ કાળજું રાખતા હોઈએ છે,પરંતુ આજે કોફીન બનાવતા અમારું દિલ રડી રહ્યું છે.અમારા હાથ કોફીન પર નથી ચાલી રહ્યા. એમ અગ્રણીએ જણાવ્યું હતું.એર ઇન્ડિયા દ્વારા કોફીન ના ઓર્ડર અપાયા છે.

Reporter: admin