નિર્માતાએ કોર્ટમાં સ્વીકૃતિ કરી હતી કે કોવિશિલ્ડ દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસનું કારણ બની શકે છે.
પ્લેટલેટની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે
તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા COVID-19 રોગચાળા દરમિયાન તૈયાર કરવામાં આવી હતી
વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો કરતાં વધુ છે
તાજેતરમાં જ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ વેક્સિનને લઈને એવો ખુલાસો (Covishield Side Effects) કર્યો હતો કે જેને લઈને વેક્સિનનો ડોઝ લેનાર સૌ કોઈ ગભરાઈ ગયા છે. લોકોમાં હવે ફરી ચિંતાનો વિષય બન્યો છે.
રસી બનાવનાર કંપનીએ પોતે કોર્ટમાં કરી આ વાતની સ્વીકૃતિ
૨૯ મહિનામાં ૨૧૭ વખત કોવિડની વૅક્સિન લીધી ૬૨ વર્ષના જર્મન કાકાએ?કેમ ૨૯ મહિનામાં ૨૧૭ વખત કોવિડની વૅક્સિન લીધી ૬૨ વર્ષના જર્મન કાકાએ?
ઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડમાં દર ૨૪માંથી એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિતઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડમાં દર ૨૪માંથી એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત
ચીનમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનો ફરી અમલ શરૂચીનમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનો ફરી અમલ શરૂ
ચીનમાં મળ્યા નવા આઠ વાઇરસ, ફરી રોગચાળો ફેલાવાની આશંકાચીનમાં મળ્યા નવા આઠ વાઇરસ, ફરી રોગચાળો ફેલાવાની આશંકા
કોવિડ વૅક્સિનની શોધમાં મહત્ત્વનું યોગદાન આપનારા બે વૈજ્ઞાનિકને નોબેલ પુરસ્કારકોવિડ વૅક્સિનની શોધમાં મહત્ત્વનું યોગદાન આપનારા બે વૈજ્ઞાનિકને નોબેલ પુરસ્કાર
કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો સામે, જાણો શું છે તેના લક્ષણો?કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો સામે, જાણો શું છે તેના લક્ષણો?
તમને જણાવી દઈએ કે રસી નિર્માતાએ કોર્ટમાં આ વાતની સ્વીકૃતિ કરી હતી કે કોવિશિલ્ડ દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસનું કારણ (Covishield Side Effects) બની શકે છે. જે લોહીના ગંઠાઈ જવાનું પણ કારણ બની શકે છે અને પ્લેટલેટની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે.
તમને જણાવી દઈએ કે થ્રોમ્બોસાયટોપેનિયાના ગંભીર કિસ્સાઓમાં તે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું કારણ પણ થઈ શકે છે. આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે કોવિશિલ્ડ વેક્સિન એ તો એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા COVID-19 રોગચાળા દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. આ વેક્સિન ભારતમાં પણ મોટા પાયે સૌને આપવામાં આવી છે. ત્યારે આવા ખુલાસાઓએ લોકોમાં ભય વધાર્યો છે.
એસ્ટ્રાઝેનેકા વેક્સિન કે જેને ઇડીયામાં કોવિશિલ્ડના નામે ઓળખવામાં આવે છે. જ્યારે આ બનાવનાર કંપનીએ હાઈકોર્ટમાં જે દસ્તાવેજો સામે ધર્યા હતા તેમાં કંપનીએ પોતે સ્વીકાર્યું હતું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે ટીટીએસનું જોખમ નોતરી શકે છે.
એવા પણ અહેવાલ છે કે WHO અનુસાર એડીનોવાયરસ વેક્ટર વેક્સિન ભાગ્યે જ આવી સ્થિતિ સાથે સંકળાયેલી છે. જોકે કોવિડ રસીએ ઘણા મૃત્યુને અટકાવ્યા છે, પરંતુ તેના સંબંધિત ઘણા અહેવાલો પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશિલ્ડનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ mRNA પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો ન હતો.
કંપની કહે છે કે વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો કરતાં વધારે છે!
તમને જણાવી દઈએ કે આ કંપનીએ એવું પણ કહ્યું હતું કે "વિવિધ દેશોના ક્લિનિકલ ટ્રાયલ અને ડેટાએ સાબિત કર્યું છે કે અમારી વેક્સિન સલામતીનાં ધોરણોને પૂર્ણ કરે છે. વિશ્વભરના રેગ્યુલેટર્સે પણ સ્વીકાર્યું છે કે વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો (Covishield Side Effects) કરતાં વધુ છે.
Reporter: News Plus