ચંડીગઢ : હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીની અધ્યક્ષતામાં 25 માર્ચ કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં સરકારે કોંગ્રેસ ધારાસભ્ય અને રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલના ઈનામના બદલે ત્રણ વિકલ્પ આપ્યા છે. સરકારે વિનેશને ચાર કરોડ રૂપિયા રોકડા, પ્લોટ અથવા સરકારી નોકરીની ઑફર આપી છે.
વાસ્તવમાં હરિયાણા સરકારે પેરિસ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મુકાબલા સુધી પહોંચવા બદલ વિનેશનું સન્માન કરવાની જાહેરાત કરી હતી, જોકે ફાઈનલ મેચમાં 100 ગ્રામ જન વધવાના કારણે વિનેશ ફાઈનલ મુકાબલો જીતી શકી ન હતી.સરકારે વિનેશ ફોગાટને પેરિસ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ખેલાડીઓ જેટલો લાભ આપવાની જાહેરાત કરી હતી.
સિલ્વર મેડલના નિયમ મુજબ ત્રણ પ્રકારના લાભ મળે છે. આમાં રોકડ પુરસ્કાર તરીકે ચાર કરોડ રૂપિયા, ગ્રુપ એ OSP નોકરી અથવા HSVPનો પ્લોટનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં વિનેશ ફોગાટ ધારાસભ્ય છે, તેથી તેઓ આ ત્રણ લાભોમાંથી શું લેવા ઈચ્છે છે, તે અંગે સરકારે તેમને પૂછ્યું છે.
Reporter: admin