News Portal...

Breaking News :

થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સના પેપર સાથે રાખવા ફરજીયાત બનાવ્યા : લાઇસન્સ રીન્યુ કરાવવા વાહનનો માટે થ

2025-01-27 10:19:35
થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સના પેપર સાથે રાખવા ફરજીયાત બનાવ્યા : લાઇસન્સ રીન્યુ કરાવવા વાહનનો માટે થ


દિલ્હી: સરકારે વાહનચાલકો માટે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સના પેપર સાથે રાખવા ફરજીયાત બનાવ્યા છે, જો પેપર સાથે ના હોય તો પોલીસ દંડ વસુલી શકે છે. 


હવે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ અંગેના નિયમો વધુ કડક બની શકે છે. અહેવાલ મુજબ હવે પેટ્રોલ-ડિઝલ પુરાવવા, FASTag ખરીદવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવવા વાહનનો થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ રજુ કરવો જરૂરી બનાવવામાં આવશે. જો કે સરકાર તરફથી આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.અહેવાલ મુજબ ભારત સરકાર વાહનોમાં ફયુલ પુરાવવા, FASTag , PUC અને લાઇસન્સ રીન્યુ કરવવા માટે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ ફરજિયાત બનાવવા વિચાર કરી રહી છે. 


વીમા વિનાના વાહનના માલિકોને ટેક્સ્ટ મેસેજ પણ મોકલવામાં આવશે.અહેવાલ મુજબ કેન્દ્રીય નાણાં મંત્રાલયે માર્ગવ્યવહાર મંત્રાલયને થર્ડ-પાર્ટી વીમાના નિયમો કડક બનાવવા વિચાર કરવા જણાવ્યું છે, કેમ કે મોટર વિહિકલ એક્ટ હેઠળ કડક સજાઓ હોવા છતાં નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું.મોટર વિહિકલ એક્ટ, 1988 હેઠળ, બધા વાહનો પાસે ફરજિયાતપણે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી હોવી ફરજીયાત છે, અને ઉલંઘન કરનારને રૂ. 2000 સુધીનો દંડ અથવા ત્રણ મહિના સુધીની જેલની સજા કે બંને થઈ શકે છે.

Reporter: admin

Related Post