જ્યોતિ કલશ રથ યાત્રા ના પ્રયાજ અનુસંધાને પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીના રોજ શાખા નં ૨૭ ઈન્દ્રપુરી પ્રજ્ઞા પીઠના વરિષ્ઠ કાર્ય કરતા લાલાભાઈ ચુડાસમાજીના અથાગ પુરુષાર્થ મહેનત અને નિતાબેન પટેલ તારાબેન, તેઓની ટીમ પ્રફુલ્લા બેન, ગૌરાંગભાઈ પટેલ, અશ્વિનભાઈ જયેશભાઇ સૌન વિશેષ સહયોગ થકી કલાદર્શન ચાર રસ્તા સાઈ વિહારમા પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું

સમગ્ર યજ્ઞનુ સંચાલન અનિલભાઈ રાવલે કર્યું હતુ એક ગર્ભોત્સવ સંસ્કાર પણ કરાવવામાં આવેલ અનિલભાઈ રાવલે અખંડ જ્યોતિ કલશ નુ વિશેષ મહત્વ સમજાવતા ઘરે ઘરે સંદેશો પહોંચાડી અખંડ જ્યોતિને પ્રચંડ જ્યોતિ બનાવવા માટે વિસ્તૃત સમજણ આપી હતી યજ્ઞમાં ૨૦૦ થી પણ વધારે ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતા શાખા નં ૧૮ ન્યુ વીઆઇપી કારેલીબાગ ખોડિયાર નગર ના કન્વીનર સુરેશભાઈ સોલંકી અને વડોદરા ઉપઝોન ના યુવા સહ સંયોજક મયંકભાઈ ત્રિવેદીજી ઉપસ્થિત રહી વિશેષ સહયોગ સ્થાપિત કર્યો હતો

ઉપસ્થિત ૨૦૦ પરિજનો એ એક વ્યક્તિ પાંચ ઘરે અખંડ જ્યોતિ કલશ રથયાત્રાનો સંદેશો આપવાના સંકલ્પ લીધા હતા વિશેષમા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કરી સૈન્ય વિજય પ્રાપ્તર્થ મંત્રની આહુતિ આપી હતી દેશ ને સ્વતંત્ર કરવામાં પોતાના પ્રાણોની આહુતિ આપવા વાળા રણબાકુરો શહિદ થયા તેવા દિવંગત આત્માની શાંતિ માટે આહુતિ પ્રદાન કરવામાં આવી હતી


Reporter: admin