સુરત : પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં મોબાઈલ વારંવાર જોવાની ના પાડી ઠપકો આપતા લાગી આવતા ધોરણ 8 અભ્યાસ વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
માતા-પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી ઠપકો આપતા લાગી આવતા ધોરણ 8 અભ્યાસ વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી. મોબાઈલ વગર કોઈપણ કામ કરતી ન હતી. જેને લઈને માતા-પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
Reporter: admin