મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૩ માર્ચને રવિવારે વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. તેઓ એલ એન્ડ ટી નોલેજ સિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ વાઘોડીયામાં સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થવાના છે.
મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમો અનુસાર તેઓ સાંજે વડોદરા એરપોર્ટથી એલ એન્ડ ટી નોલેજ સિટી જશે. અહીં તેઓ તેમના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સાંજે ૭ કલાકે વાઘોડીયાના આમોદર સ્થિત હરિસિદ્ધિ ફાર્મમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રેરિત વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૧મા સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થઈને નવદંપતીઓને આશીર્વચન પાઠવશે.મુખ્યમંત્રીના વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Reporter: admin