મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા.૧૩.૦૪.૨૦૨૫ ના રોજ વડોદરામાં બિહાર દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનાર એક ભારત શ્રેષ્ઠ ભારત સ્નેહ મિલન સમારોહમાં સહભાગી થશે.
શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે સાંજના ૫.૦૦ કલાકે યોજાનાર બિહાર દિવસ ઉજવણી કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ,મેયર પિન્કી સોની, સાંસદ,ધારાસભ્યો,અગ્રણીઓ સહિત બિહારના પ્રવાસન મંત્રી, વડોદરામાં વસતા બિહાર સમાજના અગ્રણી ડી. એન.ઠાકુર, વિધાન જહા,રાજકુમાર સિંહ, રાજુ તિવારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં બિહારના પ્રસિદ્ધ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે.
Reporter: admin