સામગ્રી માટે 10 નંગ મરચા, 1 કપ સીંગદાણાનો ભૂકો, 1 કપ ચણા નો લોટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી તલ, 1 ચમચી લાલ મરચું, હળદર, ધાણાજીરું અને 1 ચમચી ખાંડ જરૂરી છે.
મરચા ધોઈ વચ્ચે થી કટ કરી બી કાઢી લેવા. હવે લોટ, સીંગદાણાનો ભૂકો અને બધા મસાલા મિક્સ કરી લેવા.આ બધું મિક્ષર મરચા માં દબાવી ભરવું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ભરેલા મરચા મૂકી ધીમા તાપે સેકી લેવા. થોડી વાર પછી ચઢી જાય એટલે ગેસ પરથી ઉતારી સર્વ કરી લેવા.
Reporter: admin