પાલિકાના વોર્ડ નંબર 11 માં આવેલ ટાગોરનગરના કોમન પ્લોટ ઉપરથી ચોરી થયેલ પેપર બ્લોક સંદર્ભે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની રજૂઆતને કારણે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હેતલ રૂપાપરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
પરંતુ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી આ મુદ્દે ભડક્યા હતા અને હેતલ રૂપાપરને બોલાવી, ફફડાટી બોલાવી હતી અને એમને પૂછ્યું હતું કે તમે કમિશનરની મંજૂરી લીધી હતી? પોલીસ ફરિયાદ કોના કહેવાથી દાખલ કરી છે ? બીજા વોર્ડની પણ તપાસ મુકું છું, કેટલા પેવર બ્લોક બીજી જગ્યાએ પણ ચોરાયા છે ? તાત્કાલિક જઈને આ પોલીસ ફરિયાદ ખેંચી લો. આ દબાણને કારણે ઇન્ચાર્જ કાર્યપાલક (રોડ) નાઓએ પોલીસ ફરિયાદ પરત ખેંચી હતી. પોલીસ ફરિયાદ પાછી ખેંચવા પાછળનો હેતુ એકમાત્ર હોઈ શકે. યજ્ઞેશ શાસ્ત્રીને બચાવવા માટે તેમની સામે પોલીસ ફરિયાદ ન થાય તેવું ચેરમેન ઈચ્છતા હતા?
કોને ઇશારે આ કાર્યવાહી રોકવામાં આવી ? યજ્ઞેશ શાસ્ત્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યો ? હજી પણ સંબંધિત અધિકારી પેવર બ્લોકની ચોરીની ફરિયાદ કેમ દાખલ કરતા નથી ? સત્ય બહાર આવે તે જરૂરી છે. માત્ર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી એક ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરની બીજા વોર્ડમાં બદલી કરવાથી મામલો દબાવી શકાય નહીં. પાલિકાના મટીરીયલ ચોરીની ફરિયાદ કોઈ કાળે રોકી શકાય નહીં. યજ્ઞેશ શાસ્ત્રીને બચાવવા માટે ચેરમેન કેમ વિશેષ રસ લઈ રહ્યા છે ? યજ્ઞેશ શાસ્ત્રીની ફરિયાદ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર મામલો કોઈ ચોક્કસ રાજકીય હેતુ પાર પાડવા માટે અને બ્લેકમેલિંગ કરવા માટેનો લાગે છે. પોલીસ તપાસના અંતે જ સત્ય બહાર આવે તેમ છે.
Reporter: admin