News Portal...

Breaking News :

પોલીસકર્મી અને લારી સંચાલક ખાતે ઘર્ષણ બનાવનો મામલો...નાયબ પોલીસકમિશનર ઝોન-૧ ને ઈન્કવાયરી સોંપવામાં આવી ,દરેક PCR મોબાઈલના સ્ટાફને બોડી કેમેરા ઉપલબ્ધ

2024-05-02 18:23:25
પોલીસકર્મી અને લારી સંચાલક ખાતે ઘર્ષણ બનાવનો મામલો...નાયબ પોલીસકમિશનર  ઝોન-૧ ને ઈન્કવાયરી સોંપવામાં આવી ,દરેક PCR મોબાઈલના  સ્ટાફને બોડી  કેમેરા ઉપલબ્ધ

 
સયાજીગજં પોલીસ સ્ટેશનની PCR વાનના સ્ટાફ તથા લારીના સંચાલક સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો.આ બનવા પામેલ હતો જે અંગે સયાજીગજં પોલીસ સ્ટેશન ખાતે પોલીસ  તથા લારી સંચાલક વિરૂધ્ધ બેઅલગ અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેમાટે પોલીસ કમિશનર એસ કોમાર  દ્વારા વડોદરા શહેરની દરેક PCR વાનોમાં પૂરતો પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ કરાવવા તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાતં તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને દરેક PCR મોબાઈલના સ્ટાફને બોડી  કેમેરા ઉપલબ્ધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે.


 તેમજ દરેક ડિવિઝન તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્ચાર્જ  તથા જેતે પોલીસ સ્ટેશનની ચોકીઓના ઈન્ચાર્જ પો.સ.ઈ નાઓને તેઓના ડીવીઝન અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લારી-ગલ્લાના સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરી પોલીસ તથા સ્ટ્રીટ વેન્ડરો વચ્ચે સંકલન જળવાઈ રહેતેવા પ્રયત્નો કરવા પોલીસ કમિશનર  દ્વારા જણાવવામાં આવ્યું છે.ગત તા.૧/૦૫/૨૦૨૪ ના રોજ બનેલ બનાવ મામલે પોલીસ કમીશનર દ્વારા પોલીસની ભૂમિકાની તપાસ માટે અલગથી નાયબ પોલીસકમિશનર  ઝોન-૧ ને ઈન્કવાયરી સોંપવામાં આવેલ છે.

Reporter: News Plus

Related Post