વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આરડીએક્સ અંગેની ખોટી માહિતી આપનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે આ ઈસમે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જણાવ્યું હતું કે હું અકોટા વિસ્તારમાં આરડીએક્સ નો જથ્થો લઈને ઊભો છું જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
1 જૂનના રોજ રાતે 10.35 કલાકે વડોદરા શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. સામેથી એક યુવાનનો અવાજ આવ્યો અને તેણે જણાવ્યું કે "હુ અકોટા ગણપતી મંદીર પાછળ એક કિલો RDX નો જથ્થો લઈને ઉભેલ છુ”. પછી તો શું પોલીસ દોડતી થઈ ગઈ હતી.અને તપાસ હાથ ધરી હતી.પોલીસે અકોટા ગણપતિ મંદિર પાસે ટીમ પણ રવાના કરી હતી પરંતુ કોઈ મળી આવ્યું ન હતું પૂરતી ચકાસણી બાદ માલુમ પડ્યું હતું કે આ માહિતી ખોટી છે.જેથી પોલીસે હાશકારો લીધો હતો.
જો કે સાથે સાથે આવી ગંભીર બાબતનો ખોટો મેસેજ આપનાર ઈસમને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. કોલ કરનાર વ્યક્તિના મોબાઈલ નંબર અને લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી તેને ઝડપી પાડયો હતો.તેનું નામ ક્રિષ્ના ભવાનીરામ સંતોલીયા ઉ.વ. 31 રહે. 1/3 સુધરાઇ કોલોની, પોલીસ લાઇનની પાછળ, અકોટા, વડોદરા મુળ રહે. આત્માજ ભવાની થરકોટ, પિયોરગઢ, થરકોટ, ઉત્તરાખંડના વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ 177 મુજબની ફરિયાદ કરવામાં આવી છે. આ ઈસમ દારૂ જેવા કેફી પીણા પીધેલ હાલતમાં મળી આવતા તેના વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
Reporter: News Plus