સોમવારથી આખા દેશમાં માર્ગ ટોલ ટેક્સમાં 3-5 %નો વધારો લાગુ થઈ જશે. જો કે વાર્ષિક વધારો એપ્રિલમાં દેશમાં ચૂંટણી હોવાના લીધે રોકી દેવામાં આવ્યો હતો.
ભારતમાં ટોલ ચાર્જમાં વાર્ષિક ધોરણે ફુગાવાને ધ્યાને લઈને સુધારો કરવામાં આવે છે. હાઇવે ઓપરેટરો દ્વારા સ્થાનિક વર્તમાનપત્રોમાં સોમવારથી લગભગ 1100 ટોલ પ્લાઝા પર 3% થી 5%નો વધારાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના અધિકારીએ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોવાથી હવે ટોલ ટેક્સના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
ચૂંટણી દરમિયાન આના પર રોક લગાવવામાં આવી હતી આથી હવે 3 જુનથી આ વધારો લાગુ થઈ જશે.
Reporter: News Plus