વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં ગતરોજ માથાભારે બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટના રહીશ પર કરાયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બિલ્ડર અને તેમના મળતીયાઓ રહીશને લાકડાના ફટકા વડે મારતા સ્પષ્ટ નજરે ચઢ્યા છે.
વડોદરા શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા પ્રતાપગંજ વિસ્તારના પ્લોટ નંબર 43માં ધર્મેશ ચોરડિયા નામના માથાભારે બિલ્ડર દ્વારા શરણમ વિલા નામનું એપાર્ટમેન્ટ ઉભુ કરાયું છે. જેમાં બિલ્ડરનું પોતાનો ફ્લેટ પણ આવેલો છે. એપાર્ટમેન્ટની કમિટીના સભ્યો પૈકી એક સભ્ય હરેશભાઈ વાસવાણી દ્વારા બિલ્ડર પાસે મેન્ટેનન્સના નાણાની ઉઘરાણી કરી હતી. જે સંદર્ભે ઉશ્કેરાયેલા માથાભારે બિલ્ડર ધર્મેશ ચોરડિયા અને તેમના મળતીયાઓએ હરેશભાઈ વાસવાણી પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. જેમાં હરેશભાઈ વાસવાણીના હાથ પગમાં ફ્રેક્ચર થયું હતું. આ સંદર્ભે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ પણ થવા પામી છે. આ બનાવમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવવા પામ્યા છે.
જેમાં માથાભારે બિલ્ડર ધર્મેશ ચોરડિયા અને તેમના મળતીયાઓ એપાર્ટમેન્ટના રહીશ હરેશભાઈ વાસવાણી પર લાકડાના ફટકા વડે હુમલો કરતા સ્પષ્ટ નજરે ચડી રહ્યા છે.
Reporter: News Plus