સમા વિસ્તારમાં 10 વર્ષથી દર રવિવારે છાશ વિતરણથી ગરમીમાં રાહત.
કકલ્યાણરાયજી મંદિર પાસે સ્વયંસેવકો દ્વારા 100 લીટર છાશનું વિતરણ
જનસેવા એ જ પ્રભુસેવા ના સાર્થક ઉદ્દેશ સાથે જુના હાર્ટ સમા સિટી વિસ્તારમાં કલ્યાણરાયજી મંદિર સામે શ્રી કલ્યાણરાયજી મંદિર સ્વયંસેવક સંઘ (કે.એમ.એસ. ગ્રુપ) અને મોર્નિંગ ટી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી દર રવિવારે કાળઝાળ ગરમીમાં રાહત માટે લોકોમાં અંદાજે 100 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે. પ્રમુખ સચિન શાહ (ગોપી) અને જીગ્નેશ પરીખ (કાલી) એ જણાવ્યું હતું.
આ સેવા કાર્યક્રમથી સ્થાનિક નાગરિકોમાં ગરમીના સમયમાં હાઇડ્રેશન અને આરોગ્ય જાળવવા અંગે જાગૃતિ ફેલાઈ રહી છે તેમજ સ્વયંસેવકો ઉત્સાહભેર સેવા આપી રહ્યા છે. આ પ્રયાસ દર વર્ષે ઉનાળામાં રાહતરૂપ બની સામાજિક સેવા નો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રૂપે આગળ વધી.
Reporter: admin







