News Portal...

Breaking News :

વારસાઈ વેરાના વિરોધમાં બ્રિટનના ખેડૂતોએ લંડનમાં કૂચ કરી

2025-02-12 10:00:21
વારસાઈ વેરાના વિરોધમાં બ્રિટનના ખેડૂતોએ લંડનમાં કૂચ કરી


લંડન : યુરોપમાં લગભગ દરેક દેશમાં ખેડૂત આંદોલને વેગ પકડયો લાગે છે. હવે ખેડૂત આંદોલનની ઝાળ બ્રિટન સુધી પહોંચી છે. 


સ્ટારમેર સરકારેના વારસાઈ વેરાના વિરોધમાં બ્રિટનના ખેડૂતોએ લંડનમાં કૂચ કરી હતી. તેમની આ કૂચને લશ્કરે પણ સમર્થન આપતા ટેન્કો સાથે કૂચ કરી હતી. તેના લીધે ભારતમાં હતું તેવું સૂત્ર જય જવાન જય કિસાન તેનો બ્રિટનમાં અમલ થતો હોય તેમ લાગતું હતું. બ્રિટનની નવી કીર સ્ટારમેર સરકાર નવો ઇનહેરિટન્સ ટેક્સ લાદવાનું આયોજન ધરાવે છે. તે દસ લાખ પાઉન્ડથી વધારે કિંમતના ઉત્પાદનો પર ૨૦ ટકા વેરો લાદવા માંગે છે. ખેડૂતો સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. આ ટેક્સ એપ્રિલ ૨૦૨૬થી અમલી બનશે. બ્રિટનના ખેડૂતો સામવારે સેકન્ડો ટ્રેક્ટર અને ટેન્કની સાથે સેન્ટ્રલ લંડનના પાર્લામેન્ટ સ્કવેર સુધી પહોંચ્યા. મિલિટરી ટેન્ક્સ પણ ખેડૂતોના સમર્થનમાં આ રેલીનો હિસ્સો બન્યા. તેમની ટેન્ક પર લખેલું દેખાય છે કે અમે ખેડૂતોના સાથે છીએ. 


ચાન્સેલર રચેલ રીવ્સે જ્યારથી આ ટેક્સની દરખાસ્ત રજૂ કરી છે ત્યારથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આના લીધે ફેમિલી ફાર્મ ખતમ થઈ જશે. પેઢીઓથી ચાલતા ખેડૂતોના કારોબારમાં ફૂટ પડશે અને આ પોલિસી હેઠળ ટેક્સ ચૂકવવા બ્રિટિશ ખેડૂતોએ જમીન વેચવાની ફરજ પડશે. ખેડૂત સરકારની નીતિઓ પર પુર્નવિચારની માંગ કરી રહ્યા છે. આ માંગ સાથે ટ્રેક્ટર અને ટેન્ક્સ પર ઝંડો લહેરાવતા તેમણે સેન્ટ્રલ લંડનના વ્હાઇટ હોલથી ત્રાફલગર સ્કવેર સુધી કૂચ કરી. ખેડૂત કૂચનું આયોજન કરવામાં સામેલ લીઝ વેબ્સ્ટર જણાવે છે કે સરકાર ફૂડ ક્રાઇસિસ તરફ આગળ વધી રહી છે. જ્યારે સરકારનું કહેવું છે કે સરકારી સેવાઓના ફંડિંગ માટે આ નીતિ જરૂરી છે. લંડનમાં ખેડૂતોની કૂચનું આયોજન સેવ બ્રિટિશ ફાર્મિંગ મૂવમેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યુ છે.

Reporter: admin

Related Post