વડોદરા ફાયર બ્રિગેડ નવા ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજકુમાર પાટીલ ની નિયુક્તિ કરવામાં આવી છે આજે તેમણે વિધિવત રીતે ફાયર ઓફિસર ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળ્યા બાદ તેઓ પાલિકા કમિશનર અને ડેપ્યુટી કમિશનરને મળવા પહોંચ્યા હતા

ચીફફાયર ઓફિસર મનોજકુમાર પાટીલ એ જણાવ્યું હતું કે આજે તેમણે વડોદરા ફાયર બ્રિગેડ જોઈન કર્યું છે અને તેઓ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને મળવા આવ્યા છે તેમણે કહ્યું હતું કે વડોદરા ના લોકોને આફતમાંથી બચાવવા માટેના તેઓ તેમના તમામ પ્રયાસ કરશે અને વડોદરાના લોકોની જાનમાલની રક્ષણ થાય તેવા પ્રયાસો કરશે તેમણે એમ પણ કહ્યું હતું કે વડોદરા ખૂબ સુંદર શહેર છે અને આજે અહીં આવીને મને સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું છે ભૂતકાળના ચીફ ફાયર ઓફિસરો બાબતે પૂછવામાં આવતા તેમણે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો તેમણે કહ્યું હતું કે મેં મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં ફાયર વિભાગમાં કામ કરેલું છે ઉપરાંત બેંકમાં પણ ચીપ ફાયર મેનેજર તરીકે કામ કરેલું છે ગુજરાતમાં અમદાવાદમાં તેઓ ત્રણ વર્ષથી રહે છે અને ગુજરાત થી તેઓ હવે વાકેફ થઈ ગયા છે વડોદરામાં ફરજ બજાવવી તેમના માટે ગર્વની ક્ષણ છે તેમ તેમની જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે વડોદરા ફાયર બ્રિગેડના નવા ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજકુમાર પાટીલની વરણી કરવાના મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે બહારગામનો વ્યક્તિ વડોદરા ની ભૂગોળથી પરિચિત ના હોય અને તેથી તે વડોદરા ની જનતાને આફતોમાં કઈ રીતે ઝડપથી સહાય કરી શકશે કોંગ્રેસના સભ્યોએ એમ પણ જણાવ્યું હતું કે વડોદરામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ગમે ત્યારે કોઈ આપદા આવી શકે છે ત્યારે અનુભવી વ્યક્તિની ચીફ ફાયર ઓફિસર તરીકે વરણી થવી જોઈએ જો કે શાસક પક્ષ દ્વારા કોંગ્રેસના સભ્યોની દલીલોને ફગાવી દેવામાં આવી હતી
Reporter: admin