બનિહાલ : અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આનાથી ડરીને મુસાફરો બસમાંથી કૂદવા લાગ્યા હતા.
આ યાત્રાળુઓ પંજાબના હતા. બસ ખાઈમાં પડે તે પહેલા ભારતીય સેનાએ જમ્મુ- કાશ્મીર પોલીસ સાથે મળીને વાહનની નીચે પથ્થરો મૂકીને બસને રોકી હતી. સુરક્ષા દળોની ત્વરિત કાર્યવાહીને કારણે નેશનલ હાઈવે- 44 પર મોટી દુર્ઘટના ટળી હતી.બસમાં 40 શ્રદ્ધાળુઓ હતા જેઓ પંજાબના હોશિયારપુર પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે બનિહાલ નજીક નચલાના પહોંચતા સમયે ડ્રાઇવરે બ્રેક ફેલ થવાને કારણે વાહન રોકવામાં નિષ્ફળ નીવડ્યો હતો.
આ ઘટનામાં ઘાયલ થયેલા 10 લોકોમાં 6 પુરૂષ, 3 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, ચાલતી બસમાંથી યાત્રાળુઓને કૂદતા જોયા બાદ સેનાના જવાનો અને પોલીસ કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરી અને વાહનના ટાયર નીચે પથ્થરો મૂકીને બસને નદીમાં પડતી અટકાવવામાં સફળ રહી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાની ટીમો એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચી અને તમામ ઘાયલ મુસાફરોને તબીબી સહાય અને પ્રાથમિક સારવાર પૂરી પાડી.
Reporter: News Plus