ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ફરી અરજી કરવા અંગે જાણકારી આપી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે.
ધો.12 માં પાસ થયેલા ઉમેદવાર માટે સુવર્ણ તક ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ફરી અરજી કરવા અંગે જાણકારી આપી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે.
તેમણે કહ્યું છે કે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા PSI બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક અપાશે. જેમાં મુખ્યત્વે અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે.
ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 મે ના રોજ લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું એટલે નોંધનીય છે કે, પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરવા માટેની મોટી તક આપવામાં આવી છે.
Reporter: News Plus