2020માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ કરવાનો વાયદો હતો, જે 2026 સુધી અધૂરો છે. પ્રોજેક્ટને જૂન 2025માં OC મળ્યા બાદ માર્ચ 2026માં રહેવાસીઓએ GUJRERAમાં ફરિયાદ નોંધાવી હતી.

સૌથી ગંભીર મુદ્દો બેસમેન્ટની રીટેનિંગ વોલ અંદાજે સાડા ચાર ફૂટ બહાર વળી જવાનો છે, જેનાથી ઈમારતની સલામતી સામે જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત, ખરીદદારો પાસેથી ઉઘરાવેલી ₹1 કરોડ 07 ની લાઈફટાઈમ મેઇન્ટેનન્સ રકમ સોસાયટીને ટ્રાન્સફર કરાઈ નથી, જેથી દૈનિક કામગીરી માટે રહેવાસીઓએ વધારાનો બોજ વેઠવો પડે છે.

બ્રોશરમાં દર્શાવેલી સોલાર સિસ્ટમ, EV ચાર્જિંગ અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ અધૂરી છે. પોર્ટલ પર આર્કિટેક્ટ અને એન્જિનિયરના સર્ટિફિકેટ્સમાં વિસંગતતા હોવાનો અને અણવેચાયેલા ફ્લેટ્સનું મેઇન્ટેનન્સ ચૂકવ્યા વિના હેન્ડઓવર માટે દબાણ કરાતું હોવાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે.
Reporter: admin







