વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવેલા ઉત્તમ ગુણને અવકારવા તેમજ તેઓનું પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી તેમજ શિક્ષણ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા 50થી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરી છે ત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેવું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો પણ મનોબળ વધારવામાં આવ્યું હતું.

વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીની જેમ ચાય પે ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.





Reporter: admin