News Portal...

Breaking News :

રથયાત્રામાં ચેઇન સ્નેચિંગ કરતી બાવરિયા ગેંગના બે ઝડપાયા

2026-08-18 13:10:07
રથયાત્રામાં ચેઇન સ્નેચિંગ કરતી બાવરિયા ગેંગના બે ઝડપાયા

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડનો લાભ લઈ ચાર મહિલાના સોનાના ચેઇન-મંગળસૂત્ર સ્નેચ કરનાર રાજસ્થાન-હરિયાણાની કુખ્યાત બાવરિયા ગેંગના બે સભ્યોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના અલવરથી ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ.4.60 લાખની કિંમતના ત્રણ સોનાની ચેઇન અને એક મંગળસૂત્ર તેમજ મોબાઇલ ફોન કબજે કર્યો છે.


16 જુલાઈએ રથયાત્રા દરમિયાન ગાંધીનગર ગૃહ નજીક ભીડમાં એક મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવાયું હતું. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને અન્ય ગેંગની સંડોવણીની શંકા જતા સીસીટીવી, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરાઈ હતી.

તપાસમાં રાજસ્થાન-હરિયાણાની બાવરિયા ગેંગની સંડોવણી સામે આવી હતી. ગેંગ સ્કોર્પિયો કારમાં વડોદરા આવી હોવાનું જાણવા મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલવર પહોંચી હતી. ત્યાંથી જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા  અને આરતીબેન ધરમસિંહ બાવરિયા ઝડપી પાડવામાં આવ્યા હતા.

પૂછપરછમાં ગેંગના અન્ય સાત સભ્યોનાં નામ સામે આવ્યાં છે. તેમાં ધરમસિંહ મલખાન બાવરિયા, બુગલા બાવરિયા, ક્રિષ્નાબેન, કૌતરોબેન, મોટીબેન, શકુંતલા અને નેહાબેનનો સમાવેશ થાય છે, જેઓ હાલ વોન્ટેડ છે.

પોલીસે બંને પાસેથી ત્રણ સોનાની ચેઇન અને એક મંગળસૂત્ર મળી કુલ રૂ.4,60,571નો મુદ્દામાલ તથા રૂ.10 હજારનો મોબાઇલ ફોન કબજે કર્યો છે. ગેંગે રથયાત્રામાં ચાર મહિલાઓને ટાર્ગેટ કરી સ્નેચિંગ કર્યાનું તપાસમાં બહાર આવ્યું છે.

Reporter: admin

Related Post