News Portal...

Breaking News :

શેખ બાબુના હત્યામાં આરોપી PIના જામીન નામંજૂર કરાયા

2024-04-30 14:04:05
શેખ બાબુના હત્યામાં આરોપી PIના જામીન નામંજૂર કરાયા

પીઆઈ સહિત 6 જણાં સામે ગુનો દાખલ થયો હતો

આરોપી પીઆઈ ગોહિલે 4 વર્ષમા 15 વાર જામીન મેળવ્યા

ફતેગંજ પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુ નાં ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી એવા તે સમયના પીઆઇ ડી.બી.ગોહિલના વચગાળાના જામીન અત્રેની અદાલતે નામંજૂર કર્યા છે. ખાસ સરકારી વકીલ શૈલેન્દ્રસિંહ દ્વારા જામીન અરજીનો વિરોધ કરી દલીલો કરી હતી. જેને ધ્યાનમાં લઈ પ્રિસિપલ ડીસ્ટ્રીક જજ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે.

ડિસેમ્બર ૧૯ માં ફતેગંજ પોલીસ મથકમાં પુછપરછ માટે લવાયેલા શેખ બાબુને પોલીસે ટોર્ચર કરતા મોત થયું હતું અને એમના મૃતદેહને સગેવગે કરી દેવાયો હતો મૃતકના પરિવારજનોએ હાઇ કોર્ટમાં ફરિયાદ કર્યાં બાદ વડી અદાલતના આદેશથી તે સમયના પીઆઈ ડી.બી.ગોહિલ,પીએસઆઈ રબારી સહિત 6 પોલીસ કર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો.

જેલમાં રહી મુખ્ય આરોપી ડી.બી ગોહિલે પુત્ર અને પુત્રીના અન્ય સ્કૂલમાં એડમિશન અને રાયફલ શૂટિંગમાં ભાગ લેવાની તૈયારી માટે એક મહિનાના વચગાળાના જામીન સેકશન 439 મુજબ કોર્ટમાં મૂક્યા હતા. સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે આરોપીએ 4 વર્ષમાં 15 વાર વચગાળાના જામીન મેળવ્યા હતા

Reporter: News Plus

Related Post