News Portal...

Breaking News :

અવનવી વાનગી : આજે આપણે સૂકી કચોરી બનાવાની રીત જાણીશું

2024-10-13 14:18:49
અવનવી વાનગી : આજે આપણે સૂકી કચોરી બનાવાની રીત જાણીશું


સૂકી કચોરી બનાવા માટે  દોઢ કપ મેંદો, બેથી ત્રણ ચમચી ખજૂર આમલીની ચટણી,તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, એક કપ સેકેલું બેસન, એક ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી મરી, એક ચમચી સૂકા ધાણા, એક ચમચી આમચૂર પાવડર, એક ચમચી તલ, એક ચમચી કાજુ, એક ચમચી ખસખસ, બદામ, કિસમિસ, ખાંડ જરૂર પ્રમાણે જરૂરી છે.


એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેમાં સ્ટફિંગની બધી સામગ્રી ઉમેરી લો અને તેને એક મિનિટ સુધી સેકી લો. હવે તેમાં ખજૂર આમલીની ચટણી અને મીઠુ ઉમેરી મિક્સ કરી લો. હવે બધું મિશ્રણ મિક્સ કરી બે મિનિટ માટે સેકી ગેસ બન્ધ કરી ઠંડુ પડવા મુકો. હવે મેંદાનાં લોટમાં મીઠુ અને તેલ ઉમેરી નોર્મલ લોટ બાંધો અને તેને પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા મુકો. 

Reporter: admin

Related Post