News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-10-13 14:14:12
આયુર્વેદિક ઉપચાર


દાંતની સાફસફાઈ ખુબ જરૂરી છે. દાંતનાં સડાન કારણે બીમારીઓ આવી શકે છે


દાંત સતત દુખતા રહેતા હોય ,હલતા દાંત ને મજબૂત કરવા માટે અને દાંત ને સ્વચ્છ રાખવા હોય તો આ તમને ખૂબ મદદગાર નીવડશે.જો દાંત માં સતત દુખાવો રેતો હોય તો અક્કલકરાનું મૂળિયું મૉઢામાં દુખતા દાંત આગળ રાખવું. હિંગ સડેલ દાંત માટે ખૂબ અસરકારક છે, તે દાંતમાં દાબવાથી દાંતનો દુખાવો ઓછો થાય છે. દાડમનાં થોડાક પાન ચાવી, મોઢામાં તેને રસ એકઠો થાય તે થૂકી નાખવો, રસ ગળી જવો નહીં. 


દાંતનું મંજન બનાવવું જેમાં દાડમનાં સૂકાં ફલ ૫૦, ચિનીકબાલા બે તોલા, રૂમી મસ્તકી એક તોલો, કાથો ૧ તાલે, વાંસકપૂર એક તોલો, એલચી એક તોલો, ફટકડી પા તોલા, બદામનું કોચલા બળેલા રાા તોલા, બે તોલા સોપારી બાળી એ સઘળું મેળવી આ પાવડરનો ઉપયોગ દરરોજ કરવો. અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો  અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.દાંત સડેલા હોય તેનો દુખાવો માટે કપૂર અને અફીણ સમભાગે લઈ દાંત પર દબાવીને લગાવવો. જો નાની ઉંમરમાં બાળકો ને દાંત હાલતા હોય તો તલનું તેલ અને સિંધાલૂણ મેળવીને દાંતને લગાડવું જેનાથી હલતા દાંત માં રાહત મળે છે.

Reporter: admin

Related Post