વડોદરા : ભાયલી ના દુષ્કર્મ પીડિતા ને ન્યાય મળે અને વહેલા માં વહેલી તકે આરોપીઓને ફાંસી ની સજા થાય..દીકરીઓ ની સુરક્ષા....ગર્વ સે કહો હમ હિન્દુ હે... વસુદેવ કુટુમ્બકમ... વડોદરા ની દીકરીઓની સુરક્ષા ક્યાં છે???
હે માઁ જગદંબા ભાયલી દુષ્કર્મ વાળા રાવણો નું દહન કરી દીકરી ને ન્યાય આપો. વડોદરા ન્યાય માંગે છે.વગેરે પોસ્ટર સાથે દીકરીઓ એ એક મેસેજ આપ્યો હતો અને તંત્ર વહેલા માં વહેલી તકે ફાંસી ની સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી અને ગરબા ઘૂમ્યા હતા.
આ દ્રશ્યો જોઈ જોવા આવેલા દર્શકો પણ પોસ્ટર ઉપર લખાણ વાંચી ને પોતાનો સહકાર બતાવ્યો હતો અને તમામ લોકો નો એક જ સૂર છે કે હવે પછી વડોદરા માં દીકરીઓની સુરક્ષા વડોદરા શહેર પોલીસની છે હવે ક્યારેય આવો બનાવ બનવો જોઈએ નહિ તેવી વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે.
Reporter: admin