News Portal...

Breaking News :

અવનવી વાનગી : બાજરીની ઈડલી બનાવવાની રીત

2024-11-11 13:10:54
અવનવી વાનગી :  બાજરીની ઈડલી બનાવવાની રીત


બાજરીની ઇડલી બનાવવા માટે બે વાડકી બાજરીનો લોટ, અડધી વાડકી ચણાનો લોટ, એક વાડકી છાસ, એક ચમચી જીરું,મીઠુ સ્વાદ અનુસાર, ચપટી સોડા જરૂરી છે.


એક વાસણમાં બાજરી અને ચણાનો લોટ લઇ છાસમાં પલાળો.જરૂર પડે તો પાણી ઉમેરી મિક્સ કરી સાત થી આઠ કલાક પલળવા દો. ત્યારબાદ તેમાં મીઠુ, જીરું અને સોડા ઉમેરી બરોબર મિક્સ કરો.ત્યારબાદ ઈડલીના કુકરમાં વાડકીમાં થોડુ થોડુ ખીરું લઇ બાફવા મુકવી. 


દસ થી પંદર મિનિટ માં ઈડલી બફાઈ જશે એટલે તેને ગેસ પરથી ઉતારી લેવી. આ ઈડલી ગ્રીન ચટણી અને સોસ સાથે ખાવામાં ટેસ્ટી લાગે છે.

Reporter: admin

Related Post