ચોમાસાની શરૂઆતમાં જ પાલિકાના ઇજારદાર ડ્રેનેજ સહિત પેવરબ્લોકની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યા ની વિગતો સામે આવી છે.
સમા સાવલી રોડ ઉપર પહેલા વરસાદમાં જ બનાવેલો રોડ અને પેવર બ્લોક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ ઈજારદારને આ કામગીરી આપવામાં આવી હતી ત્યારે સમા સાવલી રોડ પર હજી વોરંટી પિરીયડ પૂરો થયો નથી તે પહેલા જ રોડ ધોવાઈ જવાની ઘટના સામે આવી છે .ચોમાસાની શરૂઆતમાં જ આ વિસ્તારમાં નાંખેલી ડ્રેનેજ લાઈનના ચેમ્બરના ઢાંકણા પણ બહારની તરફ આવી ગયા હતા. ઉપરાંત રોડની સાઈડ પર નાખવામાં આવેલ પેવર બ્લોક પણ ઉખડી ગયા છે.
સમા સાવલી રોડ પર જે ઇજારદાર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે તેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પાલિકાના આ ઇજારદાર દ્વારા યોગ્ય પ્રમાણમાં ચરીનું પુરાણ પણ કરવામાં નથી જેના કારણે રોડ સાઈડનો ફૂટપાથ બેસી ગયો છે . ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા ઉત્તર ઝોનમાં 80 લાખ રૂપિયાથી વધુની કામગીરી કરવામાં આવી છે.પાલિકા સત્તાધીશો દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરી પરત્વે જરૂરી કાર્યવાહી કરીને કસુરદાર ઇજારદાર વિરુદ્ધ જરૂરી પગલાં ભરીને વિસ્તારના નાગરિકોને પડતી હાલાંકીમાંથી મુક્તિ અપાવે એ જરૂરી છે.
Reporter: News Plus