નાઈઝીરિયા દેશમાં રવિવાર ગોઝારો સાબિત થયો છે. ઉત્તર-પશ્ચીમી નાઈઝીરિયાના ઝમફારા રાજ્યમાં આવેલી એક મોટી નદીમાં હોડી દુર્ઘટનાનો શિકાર થઈ હતી.
જેમાં 64 લોકો મોતને ભેટયા છે. ઉલ્લેખનીય છે કે, સવારે 70 ખેડૂતો ગુમ્મી શહેરમાં ખેતરમાં મજૂરી માટે જઈ રહ્યા હતા ત્યારે લાકડાની હોડી સાથે આ ગમખ્વાર બનાવ બન્યો હતો. જેથી મૃતકો બધા ખેડૂતો હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણકારી મળતા સ્થાનિક વહીવટી તંત્ર બચાવ અભિયાનમાં જોતરાયા હતા. ત્રણ કલાક પછી છ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. x
રૅસ્ક્યૂ ટીમના લિડરના જણાવ્યા અનુસાર, આ બીજીવાર ઘટના બની છે જ્યારે ગુમ્મી સ્થાનિક વિસ્તારમાં આવી ઘટના બની છે. તેમને વધુમાં જણાવ્યું કે, ઈમરજ્સી ટીમ વધુ લોકોને બચાવવાના સર્ચ ઓપરેશનમાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.સ્થાનિકે જણાવ્યું કે, 900થી વધુ ખેડૂતો પોતાના ખેતરો સુધી જવા માટે દરરોજ નદી પાર કરવા મજબૂર છે, પરંતુ માત્ર બે નાવ હોવાથી ઘણીવાર ભીડ થઈ જતી હોય છે. જમફારા રાજ્ય જે પહેલાથી ખનીજ સંપત્તિ પર કાબૂ કરનાર ગુનેગારોની ટોળકીઓથી ત્રસ્ત છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં પણ ગંભીર રીતે અસર થઈ છે. સ્થાનિક અધિકારીઓના દાવા પ્રમાણે બે અઠવાડિયા અગાઉ પૂરથી 10 હજારથી વધુ લોકો બેઘર બન્યા હતા.
Reporter: admin