News Portal...

Breaking News :

દક્ષિણ કોરિયામાં વિમાન રન-વે પરથી લપસ્યું, 28 મુસાફર જીવતા ભડથુ થયું

2024-12-29 09:04:56
દક્ષિણ કોરિયામાં વિમાન રન-વે પરથી લપસ્યું, 28 મુસાફર જીવતા ભડથુ થયું


મુઆન : દક્ષિણ કોરિયામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. 


રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં 28 લોકોના મોત થયા છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.


તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં લગભગ 180 લોકો સવાર હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.

Reporter: admin

Related Post