News Portal...

Breaking News :

ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો : ત્રણ નૌસૈનિકો સહિત 13 લોકોના મોત

2024-12-18 20:51:23
ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો : ત્રણ નૌસૈનિકો સહિત 13 લોકોના મોત


મુંબઈ: ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ નૌસૈનિકો સહિત 13 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે.



બોટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. મળતી માહિતી મુજબ, નેવીની સ્પીડ બોટ એક પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી. જેના કારણે પેસેન્જર બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ. જેના કારણે સમગ્ર દુર્ઘટના બની હતી.મુંબઈ બોટ અકસ્માત અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'નેવીની એક બોટ 'નીલકમલ' નામના પેસેન્જર જહાજ સાથે બપોરે 3.55 વાગ્યે અથડાઈ હતી. જે ઘટનામાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે.'


ભારતીય નેવીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈના દરિયાકાંઠે ફેરી દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે દરિયામાં ટ્રાયલ ચાલી રહેલ નેવીનું સ્પીડ-ક્રાફ્ટ નિયંત્રણ બહાર ગયું અને ફેરી સાથે અથડાયું. નેવીની બોટનું એન્જિન તાજેતરમાં બદલવામાં આવ્યું હતું અને નવા એન્જિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. એન્જીન ફુલ થ્રોટલમાં ફસાઈ ગયું અને બોટ કાબૂ બહાર જઈને નીલકમલ ફેરી સાથે અથડાઈ. નેવીની બોટમાં 6 વ્યક્તિઓ સવાર હતા જેમાં 2 નેવીના કર્મચારીઓ અને એન્જિન સપ્લાય કરતી પેઢીના 4 સભ્યો હતા. ફેરીમાં પાંચ ક્રૂ સભ્યો સાથે 80 પુખ્ત મુસાફરો હતા. ફેરી પર હાજર બાળકોની સંખ્યા જાણવામાં આવી રહી છે કારણ કે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. સર્ચ ઓપરેશન ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે

Reporter: admin

Related Post