ભરૂચ : NH 48 પર વરેડિયા ચોકડી નજીક ગાયો પર ટ્રક ચડી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાય પર ટ્રેલર ફરી વળતા 7 જેટલી ગાયોનાં મોત નિપજ્યાં હતા.
હાઇવે પર પશુ પાલકો દ્વારા ચરવા માટે ગાયો લઇ જઇ રહ્યા હતા. ત્યારે વરેડિયા ચોકડી નજીકથી ગાયોનું ધણ પસાર થઇ રહ્યું હતું. જો કે હોટલમાં પાર્ક ખટારાનું ટાયર ફાટતા ગાયો ભડકીને ભાગી હતી.ગાયો ભડકીને રોડ તરફ ભાગતા રોડ પર આવી રહેલા ટ્રેલરની અડફેટે ચડી ગઇ હતી. જેના કારણે 7 જેટલી ગાયોને અકસ્માત નડ્યો હતો. જ્યારે 7 ગાયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. રોડ પર લોહી જ લોહીથી લથબથ બન્યો હતો. માહિતી મળતાની સાથે જ પાંજરાપોળના લોકોને દોડી આવ્યા હતા.
7 ગાયોને સારવાર માટે પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી.ટ્રેલર ચાલક અકસ્માત બાદ ફરાર બીજી તરફ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. હાલ તો આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી સહિતની સામગ્રી કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા ટ્રેલર ચાલકને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પશુપાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. માલિક દ્વારા સરકાર પાસે વળતરની માંગણી કરવામાં આવી હતી.
Reporter: admin