News Portal...

Breaking News :

નજીવી બાબતે ઝઘડો તકરાર કરી તલવાર, છરી, લાકડી જેવા હથીયારો વડે હુમલો કરનાર ૭ શખ્સની ધરપકડ

2024-06-04 21:49:48
નજીવી બાબતે ઝઘડો તકરાર કરી તલવાર, છરી, લાકડી જેવા હથીયારો વડે હુમલો કરનાર ૭ શખ્સની ધરપકડ




પાણીગેટ વિસ્તારમાં બનેલા રાયોટીંગ ગુનાના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડી ધરપકડ પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે.




ગઈ કાલે મોડી રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રાજારાણી તળાવ જી.ઈ.બી. ઓફીસ પાસે ફરીયાદી હાસીમશા તસ્લીમશા દિવાન રહે, રાજારાણી તળાવ જી.ઈ.બી. ઓફીસ પાછળ પાણીગેટ વડોદરા ઉપર છ થી સાત ઈસમોએ ભેગા મળી તથા તેના મિત્રો ઉપર નજીવી બાબતે ઝઘડો તકરાર કરી તલવાર, છરી, લાકડી જેવા હથીયારો વડે હુમલો કરેલો હતો. 
ઉપરોક્ત બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ટુકડી તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ પરીસ્થીતીને સંપુર્ણપણે કાબુમા લીધી હતી. આ ઝઘડો તકરાર વધે નહી તે માટેના ત્વરીત પ્રયાસો હાથ ધરવામા આવ્યા હતા.




ગુના સંદર્ભે ફરીયાદ નોંધી લીધા બાદ તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. જેમા ગણતરીના કલાકોમા ગુનામા સંડોવાયેલ સાતેય આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે. સાતેય આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓમાં (૧) મહમદ હુસેન ઉર્ફે મોહસીન જાનમહમદ શેખ રહે- રાજારાણી તળાવ જી.ઈ.બી. ઓફીસ પાછળ પાણીગેટ (૨) સબ્બીર હુસેન અબ્દુલસતાર મન્સુરી રહે- જી.ઈ.બી. ઓફીસ પાછળ ચંબુસા બાવાનો ટેકરો પાણીગેટ (૩) નજીરહુસેન નસીરુદીન કાજી રહે-પાણીગેટ જીઈબી ઓફીસ પાછળ (૪) મોહમદહુસેન અબ્દુલસતાર મન્સુરી રહે- જી.ઈ.બી ઓફીસ પાછળ (૫) અબ્દુલ રઝાક ઉર્ફે લાલા સતારભાઈ મન્સુરી રહે- પાણીગેટ જી.ઈ.બી. ઓફીસ પાછળ (૬) મોહમદ સાજીદ ઉર્ફે ઘેટો અબ્દુલ સતાર મન્સુરી રહે- પાણીગેટ જી.ઈ.બી. ઓફીસ પાછળ અને (૭) મોહમદ સાહીલ મોહમદ સાદીક બાગવાલા રહે-રહેમાની મહોલ્લો હાજી શમસુદ્દીન ફ્લેટની પાછળ યાકુતપુરા વડોદરાની ધરપકડ કરવામાં આવી છે.
પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દાખલ થયેલ રાયોટીંગ ના ગુનામાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓ પકડી લેવાયા હતા.
ગઈકાલે મોડી રાત્રે ફરિયાદી ઉપર છ થી સાત આરોપીઓએ તલવાર છરી, લાકડી જેવા હથિયારો વડે હુમલો કરેલો હતો તાત્કાલિક પાણીગેટ પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને વધુ મોટો બનાવ બનતા અટકાવી દેવામાં સફળતા મેળવેલ હતી.
રાતો રાત અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ સાતેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં પાણીગેટ પોલીસની ટીમને સફળતા મળેલ છે.

Reporter: News Plus

Related Post