વડોદરા : મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાં રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં બે જૂથો વચ્ચે એક વ્યક્તિને બચાવવા પડતા હોટેલ માલિક તથા સ્ટાફના માણસો ઉપર એક જુથ દ્વારા તમે તેને કેમ બચાવો છો કહીને હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલામાં હોટલના સ્ટાફના માણસો માજીદ, નસીમ, યામીન તથા એક મહિલાને ઇજાઓ પહોંચી હતી. કારેલીબાગ પોલીસને બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ, પીઆઇ તેમજ એસીપી મોમાયા મેડમ સ્થળ પર તાત્કાલિક પહોંચી મામલાને વધુ વણસતા અટકાવ્યો હતો. આ બનાવનાં ઇજાગ્રસ્તોને એસએસજી ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



Reporter: admin