વડોદરા : શહેરના પંડયા બ્રિજ નજીક રીક્ષા અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત પેસેન્જરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાય હતા.

વડોદરા શહેરના સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા પ્રિયલક્ષ્મી ગરનાળા પાસે રીક્ષા અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માહિતી રીક્ષા ચાલક અહેમદ રજાક પોતાની રીક્ષા પોલીસ સ્ટેશનથી પેસેન્જર ભરી વડોદરા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે ગતરોજ મોડી રાત્રે પંડ્યા બ્રિજથી સ્ટેશન જતા રહ્યા પ્રિયલક્ષ્મી ગરનાળા પાસે પુર ઝડપે આવતી એસટી બસ ચાલકે રોંગ સાઈડ પર આવી રિક્ષા ને અર્ફેટમાં લીધી હતી.

રિક્ષામાં બેઠેલા ચાર ચાર પેસેન્જર સહિત રીક્ષા ચાલક ને ઇજા પહોંચી હતી ઇજા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પેસેન્જર સહિત રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો રીક્ષા ને ભારે નુકસાન થયું હતું.આ અકસ્માત ની જાણ પોલીસને થતાસયાજીગંજ પોલીસ ઘટના પર પહોંચી હતી. અકસ્માત કઈ રીતે સર્જાયો હતો એ દિશામાં તપાસ કરી હતી અને રિક્ષાચાલક ની પૂછપરછ કરી હતી.



Reporter: admin