News Portal...

Breaking News :

UAE અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી

2024-05-05 16:59:38
UAE અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી


સરકારે શુક્રવારે ડુંગળીની  નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. આ સાથે સરકારે 31 માર્ચ 2025 સુધી સ્વદેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત 31 ઓક્ટોબર 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલ ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ પણ લંબાવવામાં આવી છે.બિલ ઑફ એન્ટ્રી એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે.


હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જો કે, સરકાર ભારતને અનુકૂળ દેશોમાં નિકાસની છૂટ આપે છે. તેણે UAE અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.

Reporter: News Plus

Related Post