વડોદરાની મોટાભાગની શાળાઓનું 100 ટકા પરિણામ, હ્યુમિનિટિ પ્રવાહની વિદ્યાર્થિનીએ 99 ટકા ગુણ મેળવ્યા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) બોર્ડનું ધો.૧૦ અને ૧૨નું પરિણામ આજે જાહેર થયુ છે. બોર્ડનું ધો.૧૨નું ૮૭.૯૮ ટકા જ્યારે ધો.૧૦નું ૯૩.૬૦ ટકા પરિણામ આવ્યુ છે તેની સરખામણીમાં સીબીએસઇના જે ઝોનમાં વડોદરા આવે છે તે અજમેર ઝોનનું પરિણામ ધો.૧૨નું ૮૯.૫૩ ટકા અને ધો.૧૦ નું ૯૩.૬૦ ટકા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં મળીને સીબીએસઇ બોર્ડની ૫૬ શાળાઓ છે જેમાં ૧૦,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. સીબીએસઇ બોર્ડ દ્વારા સેન્ટર અને શાળા પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવતુ નથી પરંતુ શાળા સંચાલકોની ગણતરી પ્રમાણે આ વખતે વડોદરાનું ધો.૧૨ અને ૧૦નું પરિણામ ૯૦ ટકાની આસપાર રહ્યું છે. શહેર જિલ્લાની સીબીએસઇ બોર્ડની ૫૬ પૈકી મોટાભાગની શાળાઓએ ૯૫ થી ૧૦૦ ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે.
Reporter: News Plus