News Portal...

Breaking News :

અમદાવાદ રેલવે વિભાગનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન: ટ્રેનમાં સર્વિસ ખામી બદલ કોન્ટ્રાક્ટરોને દંડ

2026-06-06 14:41:56
અમદાવાદ રેલવે વિભાગનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન: ટ્રેનમાં સર્વિસ ખામી બદલ કોન્ટ્રાક્ટરોને દંડ


અમદાવાદ રેલવે વિભાગનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન: ટ્રેનમાં સર્વિસ ખામી બદલ કોન્ટ્રાક્ટરોને દંડ

રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે ત્યારે સેવાની ગુણવત્તા સુધારવા માટે અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશે નવી દિલ્હી–સાબરમતી રાજધાની એક્સપ્રેસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન કેટરિંગ કોન્ટ્રાક્ટર અને લિનન સપ્લાયર બંનેને રૂ. 1-1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.DRM વેદ પ્રકાશે જાતે જ આ ટ્રેનમાં મુસાફરી કરી અને ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી કોચના 100થી વધુ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ચેકિંગનો મુખ્ય હેતુ સ્વચ્છતા, હાઉસકીપિંગ, કેટરિંગ સેવા અને લિનનની ગુણવત્તાનું નિરીક્ષણ કરવાનો હતો.

તપાસ દરમિયાન થર્ડ એસી કોચમાં મુસાફરોને ફ્રેશ લિનન આપવામાં ન આવતાં ગંભીર ખામી સામે આવી હતી. જેના કારણે લિનન વેન્ડરને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ ભોજનમાં ચોખાની ગુણવત્તા નબળી હોવાનું મુસાફરોની ફરિયાદો બાદ સાબિત થતાં કેટરિંગ કોન્ટ્રાક્ટર પર પણ સમાન દંડ લાગુ કરવામાં આવ્યો હતો.રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની સરપ્રાઈઝ ચેકિંગનો હેતુ મુસાફરોના પ્રતિસાદના આધારે સેવાઓમાં સુધારો લાવવાનો છે. મુસાફરી દરમિયાન કેટલાક મુસાફરોએ પ્રીમિયમ ટ્રેનોમાં અલગ વર્કસ્પેસ કોચ શરૂ કરવાની માંગ પણ કરી હતી, જ્યારે સિનિયર સિટિઝન અને મહિલા મુસાફરોએ સુરક્ષા તથા લોઅર બર્થ ફાળવણી અંગે સૂચનો આપ્યા હતા.

Reporter: admin

Related Post